ક્રિએટીવ ગ્રુપ ઓફ કલ્ચરલ એક્ટિવિટીઝ (CGCA)માં આપનું સ્વાગત છે. લગભગ પાંચ વર્ષ પહેલાં અમદાવાદમાં ભાવિનભાઈ શેઠ દ્વારા શરૂ કરાયેલ આ ગ્રુપે ‘સાંસ્કૃતિક માહિતી ગ્રુપ’ તરીકે તેની યાત્રા શરૂ કરી હતી. મે 2023 માં, તે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવા માટે સમર્પિત પ્લેટફોર્મ તરીકે ક્રિએટીવ ગ્રુપ ઓફ કલ્ચરલ એક્ટિવિટીઝ (CGCA) માં રૂપાંતરિત થયું. CGCA વિવિધ પ્રકારની મોબાઇલથી જોડાઈ શકાય તેવી પ્રવૃત્તિઓ ઓફર કરે છે, જેમાં ઇવેન્ટ અપડેટ્સ, લાઇવ ઇવેન્ટ, બુક રીવ્યુ, વગેરેનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, CGCA હેરિટેજ વોક, બ્લાઇન્ડ વોક, નાટક, કલા પ્રમોશન જેવી જાહેર પ્રવૃત્તિઓનું પણ આયોજન કરે છે જે પ્રવૃત્તિમાં જોડાયેલ સભ્યોને સાંસ્કૃતિક અને યુનિક અનુભવ પૂરો પાડે છે, વધુ વિગતો નીચે આપેલ છે.
૧૯ ડિસેમ્બર, ૨૦૨૩ સુધીમાં, ક્રિએટિવ ગ્રુપ ઓફ કલ્ચરલ એક્ટિવિટીઝ (CGCA) 10,000 વ્યક્તિઓ કરતાં વધુ સભ્યો ધરાવે છે, જેમાં વિવિધ ગ્રુપ અને પ્રવૃત્તિઓ સાથે જોડાયેલ સભ્યોનો સમાવેશ થાય છે.
અમદાવાદ અને ગુજરાતના અન્ય શહેરમાં થતા અલગ અલગ સાંસ્કૃતિક, પ્રેરણાત્મક, સાહિત્યિક, શૈક્ષણિક અને બાળ પ્રવૃત્તિ અને દરેક જાહેર કાર્યક્રમોની વિગત કાર્યક્રમ થવાનો હોય તે પહેલા (અગાઉથી) દરેક શહેરના CGCA WhatsApp ગ્રુપમાં મૂકવામાં આવે છે.વધુ વાંચવા ક્લિક કરો...
એક કે બીજા કારણોસર ઘણા લોકો સાંસ્કૃતિક, પ્રેરણાત્મક, સાહિત્યિક, શૈક્ષણિક અને બાળ પ્રવૃત્તિ કે જાહેર કાર્યક્રમોમાં રૂબરૂ હાજરી આપવી દરેક વ્યક્તિ માટે શક્ય નથી હોતી ત્યારે તેઓ માટે આ WhatsApp ગ્રુપમાં યુટ્યુબ અને અન્ય પરીવારીક કાર્યક્રમોની ઓપન લીંક શેર કરવામાં આવે છે. વધુ વાંચવા ક્લિક કરો...
જો તમે વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ અથવા ગુજરાતના કોઈપણ ભાગની મુલાકાત લેવાના હોવ તો, CGCA તમારા માટે અથવા તમારી સંસ્થા માટે સૌથી વધુ જાણકાર ગાઈડ અને દરેક જાતની વ્યવસ્થા કરીને તમારા માટે અવિસ્મરણીય હેરિટેજ વોકની વ્યવસ્થા કરી આપશે.વધુ વાંચવા ક્લિક કરો...
સાહિત્યના વિશાળ મહાસાગરમાંથી મૂલ્યવાન વાંચન સામગ્રી પસંદ કરવામાં મદદ કરવા માટે, ‘પુસ્તક પરિચય’ ગ્રુપમાં મહિને એક કે બે પુસ્તકોનો સંક્ષિપ્ત પરિચય આપવામાં આવે છે. આ પુસ્તક પરિચય ફક્ત ગ્રુપના એડમીન પૂરતો મર્યાદિત ન રાખતા, પરંતુ ગ્રુપના સભ્યો પાસેથી પણ સ્વીકારવામાં આવે છે.વધુ વાંચવા ક્લિક કરો...
અમે વિશ્વાસ રાખીએ છીએ કે કલા અને જ્ઞાન દરેક રસ ધરાવનાર વ્યક્તિ સુધી પહોંચવું જોઈએ અને એટલે જ અમે બજેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ ધરાવતા કલાકાર અથવા સંસ્થાને ઇવેન્ટ રેકોર્ડિંગ (અને લાઇવ બ્રોડકાસ્ટિંગ) માટે માટે જરૂરી મદદ કરીને તેઓને લોકો સુધી પહોંચવામાં મદદરૂપ થઈએ છે. વધુ વાંચવા ક્લિક કરો...
CGCA વિવિધ કલા પ્રવૃત્તિઓ અને શૈક્ષણિક સેમિનારને પ્રોત્સાહન આપવાનો અભિગમ ધરાવે છે અને તેથી જ વિવિધ સંસ્થાઓ સાથે ઇવેન્ટ્સનું આયોજન કરવા માટે CGCA ભાગીદારી કરે છે, જેમાં તે લોજિસ્ટિક્સથી લઈને સ્પીકર આમંત્રણો સુધીના તમામ પાસાઓનું સંચાલન કરે છે,અને તે પણ નાણાકીય અપેક્ષા વગર.વધુ વાંચવા ક્લિક કરો...
ભાવિન શેઠમાલિક અને સ્થાપક
ઋષિ યુ. પંડયાઇ-બ્રાન્ડિંગ સલાહકાર
જીગર પારેખકેનેડા પ્રતિનિધિ
મિત્સુ ભટ્ટસોશીયલ મીડિયા હેન્ડલર
મુકુન્દ પટેલકો. એડમીન અમદાવાદ
Full NameGroup Admin
Full NameGroup Admin
CGCA પરિવારના બધા સભ્યોને મળો