ક્રિએટીવ ગ્રુપ ઓફ કલ્ચરલ એક્ટિવિટીઝ (CGCA)માં આપનું સ્વાગત છે. લગભગ પાંચ વર્ષ પહેલાં અમદાવાદમાં ભાવિનભાઈ શેઠ દ્વારા શરૂ કરાયેલ આ ગ્રુપે ‘સાંસ્કૃતિક માહિતી ગ્રુપ’ તરીકે તેની યાત્રા શરૂ કરી હતી. મે 2023 માં, તે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવા માટે સમર્પિત પ્લેટફોર્મ તરીકે ક્રિએટીવ ગ્રુપ ઓફ કલ્ચરલ એક્ટિવિટીઝ (CGCA) માં રૂપાંતરિત થયું. CGCA વિવિધ પ્રકારની મોબાઇલથી જોડાઈ શકાય તેવી પ્રવૃત્તિઓ ઓફર કરે છે, જેમાં ઇવેન્ટ અપડેટ્સ, લાઇવ ઇવેન્ટ, બુક રીવ્યુ, વગેરેનો સમાવેશ થાય છે. ઉપરાંત, CGCA હેરિટેજ વોક, બ્લાઇન્ડ વોક, નાટક, કલા પ્રમોશન જેવી જાહેર પ્રવૃત્તિઓનું પણ આયોજન કરે છે જે પ્રવૃત્તિમાં જોડાયેલ સભ્યોને સાંસ્કૃતિક અને યુનિક અનુભવ પૂરો પાડે છે, વધુ વિગતો નીચે આપેલ છે.
વ્યવસાયે ઇલેક્ટ્રોનિક્સ અને એપ્લાયન્સિસ સેલ્સ એન્ડ સર્વિસ સાથે જોડાયેલા મૂળ અમદાવાદના ભાવિનભાઈ શેઠ આમ તો કોમર્સ, જર્નાલિઝમ અને એડવરટાઈઝીંગ વિધ્યાર્થી પણ ભાષા અને સંસ્કૃતિ સાથે તેમને પહેલેથી પ્રેમ અને તેના માટે કઈ કરવાની ઈચ્છાને અવકાશ આપવા માટે પચાસ વર્ષની ઉંમરે તેઓ એ ટેકનોલોજી ઉપર હાથ અજમાવ્યો અને ઘટતું શીખી ને ભાવિનભાઈ એ પોતાના શહેર અમદાવાદ માટે 'સંસ્કૃતીક માહિતી ગ્રુપ' બનાવ્યું અને સમયાંતરે વડોદરા, રાજકોટ, સુરત અને ભાવનગર શહેર માટે પણ મિત્રોની મદદથી 'સાંસ્કૃતિક માહિતી ગ્રુપ' ગ્રુપની શરૂઆત કરી અને જોતજોતામાં ખૂબ જ સફળતા મેળવી.
૧૯ ડિસેમ્બર, ૨૦૨૩ સુધીમાં, ક્રિએટિવ ગ્રુપ ઓફ કલ્ચરલ એક્ટિવિટીઝ (CGCA) 10,000 વ્યક્તિઓ કરતાં વધુ સભ્યો ધરાવે છે, જેમાં વિવિધ ગ્રુપ અને પ્રવૃત્તિઓ સાથે જોડાયેલ સભ્યોનો સમાવેશ થાય છે.