We store cookies on your device for the best browsing experience, details disclose in Privacy Policy.

રાજકોટ શહેરમાં થનાર કાર્યક્રમો | આજના રાજકોટ શહેરના કાર્યક્રમો | CGCA રાજકોટ શહેર ગ્રુપ | ક્રિએટીવ ગ્રુપ ઓફ કલ્ચરલ એક્ટિવિટીઝ | CGCA

નમસ્તે, શુભ સાંજ

 English 

CGCA રાજકોટ શહેર Group

શું આપ રાજકોટ શહેરમાં રહો છો? આપ સાહિત્ય,સંગીત,નાટક કે કલા પ્રેમી છો? આપના રાજકોટ શહેરમાં થતા આવા કાર્યક્રમની માહિતી આપને કાર્યક્રમ થઈ ગયા પછી મળે છે? આપને કોઈ સારો કાર્યક્રમ ચૂકી ગયાનો વસવસો લાંબા સમય સુધી રહી જાય છે?

તો હવે આપના આ પ્રશ્નોનો ઉકેલ મળી જશે, અમને ખાતરી છે કે કવિ સંમેલન,પુસ્તક વિમોચન,કાવ્ય સંગીત,શાસ્ત્રીય સંગીત,જાણીતા વક્તાઓ સાથે વાર્તાલાપ,હેરિટેજ વોક,પ્રયોગાત્મક નાટક,કાર્ય શિબિર જેવા કાર્યક્રમોની અગાઉથી માહિતી મળે તો આપ અવશ્ય માણવા જશો. આવા કાર્યક્રમોની માહિતી આપતા WhatsApp ગ્રુપ અમદાવાદમાં પાંચ વર્ષથી અને વડોદરા,રાજકોટ,સુરત અને ભાવનગરમાં એકાદ વર્ષથી ક્રિએટીવ ગ્રુપ ઓફ કલ્ચરલ એક્ટિવિટીઝ (CGCA) દ્વારા ચલાવવામાં આવે છે અને તે પણ ફકત એડમીન જ મેસેજ કરી શકે તે રીતે જેથી કરીને કોઈ પણ ફોરવર્ડ કે નકામી પોસ્ટ આપને ન મળે અને ચકાસેલી, ખાતરી કરેલી માહિતી જ આપના સુધી પહોંચે.

૨૯ ડિસેમ્બર, ૨૦૨૩ સુધીમાં, ક્રિએટિવ ગ્રુપ ઓફ કલ્ચરલ એક્ટિવિટીઝ (CGCA) - રાજકોટ શહેર 10,000 વ્યક્તિઓ કરતાં વધુ સભ્યો ધરાવે છે. તમે પણ આજે જ આ ગ્રુપમાં જોડાઈ શકો છો.

રાજકોટ શહેરના ગ્રુપમાં જોડાવા અહિયાં ક્લિક કરો.

રાજકોટ શહેરના ગ્રુપમાં જોડાવા અહિયાં ક્લિક કરો.

મિત્રો અને પરિવાર સાથે શેર કરો:

રાજકોટ શહેર ગ્રુપ એડમીન:

ભાવિન શેઠ
માલિક અને સ્થાપક

નોંધ લેશો: આ ગ્રુપ લાઈવ રાખવા માટે નાનો ખર્ચ થાય છે જેને પહોંચી વળવા અઠવાડિયામાં એકાદ જાહેરખબર લેવામાં આવે છે. જાહેરખબર પોસ્ટર કે વેબસાઇટ લિન્ક ના રૂપમાં મૂકવામાં આવે છે અને તેની ઉપર બોલ્ડ અક્ષરમાં જાહેરાત પણ લખવામાં આવે છે. જેથી આપ જાહેરાત અને અન્ય પોસ્ટને અલગ કરી શકો. ધ્યાન રાખવામાં આવે છે કે જાહેરાત પારિવારીક હોય તેમજ આપને નુકશાનકર્તા ન હોય.

× હોમ અપડેટ્સ
WhatsApp ગ્રુપ અમદાવાદ શહેર વડોદરા શહેર સુરત શહેર રાજકોટ શહેર ભાવનગર શહેર ગુજરાતના અન્ય શહેરો ઘરે બેઠા આનંદ ગ્રુપ
સપર્ક અમારો પરિવાર CGCA વિષે