ક્રિએટીવ ગ્રુપ ઓફ કલ્ચરલ એક્ટિવિટીઝ (CGCA) અમારું માનવું છે કે સારા સાંસ્કૃતિક, શૈક્ષણિક અને કલાના કાર્યક્રમો દરેક રસ ધરાવનાર વ્યક્તિ સુધી પહોંચવા જ જોઈએ, પરંતુ અમે એ પણ સમજીએ છે કે દરેક વ્યક્તિ માટે એક કે બીજા કારણોસર દરેક કાર્યક્રમમાં હાજરી આપવી શક્ય હોતું નથી તેથી જ અમે 'ઇવેન્ટ ઓન હેન્ડ/ઘરે બેઠા આનંદ' વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે,
'ઇવેન્ટ ઓન હેન્ડ/ઘરે બેઠા આનંદ'માં અમે અમે ઓપન યુટ્યુબ અને અન્ય વિડિયો લિંક શેર કરીએ છીએ જે તમને સારા સાંસ્કૃતિક, પ્રેરણાત્મક, સાહિત્યિક, શૈક્ષણિક અને બાળકોના કાર્યક્રમો તમારા ઘરમાં આરામથી, તમારી અનુકૂળતાએ માણવાની સગવડ આપે છે. કેટલીકવાર, એક જ સમયે બે કાર્યક્રમો હોય તેવું બને છે, અને તમે તેમાંથી એક ચૂકી જાવ છો. પરંતુ આવ્યા કાર્યક્રમો 'ઘરે બેઠા આનંદ'માં આવતા હોવાથી તમે જ્યારે ઇચ્છો ત્યારે તેને જોઈ શકો છો. અ ગ્રુપ ભારતની બહાર રહેતા ગુજરાતી પરિવારને આ ગ્રુપ ખુબજ પસંદ આવે છે કારણ કે તેઓ આ માધ્યમથી ભાષા, સંસ્કૃતિ સાથે જોડાયેલા રહે છે. ઉપરાંત 'ઘરે બેઠા આનંદ'માં કોઈ પણ વિડિયો મુકતા પહેલા ખાતરી કરવામાં આવે છે કે તે કાર્યક્રમ પારિવારીક હોય, યોગ્ય હોય અને કોઈના પણ માટે અપમાન જનક ન હોય. નોંધ લેશો: સ્થૂળ હાસ્ય,રાજકારણ, ધર્મને લગતા કાર્યક્રમની લીંક આ ગ્રુપમાં મુકવામાં આવતી નથી.
૨૯ ડિસેમ્બર, ૨૦૨૩ સુધીમાં, ક્રિએટિવ ગ્રુપ ઓફ કલ્ચરલ એક્ટિવિટીઝ (CGCA) - ઘરે બેઠા આનંદ બે ગ્રુપમાં થઈને 1400 વ્યક્તિઓ કરતાં વધુ સભ્યો ધરાવે છે. તમે પણ આજે જ આ ગ્રુપમાં જોડાઈ શકો છો.
નોંધ લેશો: આ ગ્રુપ લાઈવ રાખવા માટે નાનો ખર્ચ થાય છે જેને પહોંચી વળવા અઠવાડિયામાં એકાદ જાહેરખબર લેવામાં આવે છે. જાહેરખબર પોસ્ટર કે વેબસાઇટ લિન્ક ના રૂપમાં મૂકવામાં આવે છે અને તેની ઉપર બોલ્ડ અક્ષરમાં જાહેરાત પણ લખવામાં આવે છે. જેથી આપ જાહેરાત અને અન્ય પોસ્ટને અલગ કરી શકો. ધ્યાન રાખવામાં આવે છે કે જાહેરાત પારિવારીક હોય તેમજ આપને નુકશાનકર્તા ન હોય.